ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ફળ ઉતારવાની માહિતી


આંબામાં જુદી જુદી જાત પ્રમાણે એપ્રિલનાં છેલ્લા અઠવાડીયાથી જુન માસ સુધીમાં કેરીનાં ફળો તૈયાર થાય છે. જે માટે ૫રિ૫કવતાનાં ધોરણો જાણવા જરૂરી છે.

  • ખભા ઉભારવા.
  • ફળ બેઠા બાદ ૧૧૦-૧૪૦ દિવસે જાત પ્રમાણે ૫રિ૫કવ થાય છે.
  • ટ૫કાં (શાંખ) ૫ડવા.
  • ફળનું આછા લીલા રંગમાંથી ધાટા લીલા રંગમાં ફેરફાર થવો.
  • વિશિષ્ટ ધનતા ૧.૦૧ થી ૧.૦ર થાય ત્યારે ફળો ઉતારવા જોઈએ.
    • ફળોને ઝાડ ૫રથી ઉતારવા વેડીનો ઉ૫યોગ કરવો. કોકણ કૃષિ વિશ્વવિધાલય દૃારા ભભનૂતનવેડીભભ તૈયાર કરવામાં આવેલ છે. જેનાંથી ફળો ડીચા સાથે ઉતારી શકાય છે. ત્યારબાદ ફળોને પ્લાસ્ટીક ક્રેટસમાં ગોઠવવા, છાંયડામાં સંગ્રહ કરવો.
    • ત્યારબાદ ફળોને કદ પ્રમાણે ગ્રેડીંગ કરી રોગ-જીવાતથી નુકશાન પામેલા, આકાર વગરનાં અને ફાટેલા (ઈજા પામેલ) ફળો દૂર કરવા. અને વ્યવસ્થિત ગોઠવી માર્કેટમાં મોકલવા.