ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


આંબામાં અનિયમિત/એકાંતરે ફળવાની સમસ્યાની માહિતી


  1. આંબામાં એકાંતરે ફળવું એ આનુંવાંશિક સમસ્યા છે. દા.ત.આફુસ, દશેરી, લંગડો વિગેરે જે માટે નીચે પ્રમાણેનાં ઉપાયો કરવા જોઈએ.
  • નિયમિત ફળ આ૫તી જાતોનું વાવેતર કરવું.
  • નિયમિત ખાતર પાણી, પાકસંરક્ષણ વ્યવસ્થા કરવી.
  • વાડીમાં પુરતો હવા ઉજાસ મળે તે માટે છાંટણી કરવી.
  • આંબા નિયમિત ફુલો લાવવા માટે પેકલોબુટ્રાઝોલનો ઉ૫યોગ કરવો.
    • આ પેકલોબુટ્રાઝોલનો ઉ૫યોગ ફકત તંદુરસ્ત ઝાડમાં જ કરવો. ૧૦ થી ૩૦ વર્ષમાં પૂર્ણ વિકસિત ઝાડને પેકલોબુટ્રાઝોલ(૫ ગ્રામ સક્રિય તત્વ) ૧૦ થી ૧૫  લીટર પાણીમાં મિશ્ર કરી જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ માસના પ્રથમ ૫ખવાડિયામાં એકવાર ઝાડની ફરતે જમીનમાં નાના નાના ખાડા કરી આ૫વું.
    • પેકલોબુટ્રાઝોલ આપ્યા બાદ વરસાદ ન હોય તો પિયત આ૫વું.