ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ફળ ઉતારવાં ની માહિતી


  • ચીકુના ઝાડ ઉ૫ર લગભગ બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં પુષ્પો અને ફળો જોવા મળે છે.
  • સામાન્ય રીતે ઓકટોબર થી જાન્યુઆરી માસના ગાળા દરમ્યાન વધુ ફળ મળે છે.
  • ત્યારબાદ મે માસ સુધી ફળો મળતા રહે છે. 
  • ફળની છાલ લીલાને બદલે પીળાશ ૫ડતી જણાય, ફળ ઉ૫ર હાથ ઘસવાથી રેતી જેવો ઝીણો ભૂકો હાથમાં ચોંટે અને ફળની ટોચ ૫રનો કાંટો સહેજ અડકતાં ખરી ૫ડે ત્યારે ફળો ઉતારવા લાયક ગણાય છે.
  • ઉતારેલ ફળોને કોથળામાં નાખી હલાવવા જેથી ફળ સ્વચ્છ અને ચળકાટ આ૫શે.
  • કોથળામાં નાંખીને હલાવવાના વિકલ્પે ફળોને પાણીમાં ધોઈ સૂકવવામાં આવે છે.
  •  ત્યારબાદ  કદ પ્રમાણે વર્ગીકરણ કરીને બજારમાં મોકલવામાં આવે છે.