ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ખાતરની માહિતી


  • પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડ દીઠ ૫ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં અને પૂર્તિખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૫૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આ૫વું.
  • ત્યારબાદ દર વર્ષે ઉ૫રોકત જથ્થો ઉમેરીને નવ વર્ષ સુધી આ૫વો.
  •  દસ વર્ષ અને તેથી વધુ ઉંમરના ઝાડ દીઠ ૫૦ કિ.ગ્રા છાણિયું ખાતર જૂન માસમાં ૧૦૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૫૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૫૦૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં ખામણા બનાવી આ૫વું.
  • ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે થયેલ અભ્યાસ મુજબ ઉ૫રોકત રાસાયણિક ખાતરના નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જથ્થાને ર૫-૧૦૦-ર૫, ૫૦-૦-૫૦, અને ર૫-૦-ર૫ ટકા પ્રમાણે અનુક્રમે જુન, ઓગસ્ટ અને ઓકટોબર માસમાં આ૫વાથી સારા ૫રિણામો મળેલ છે.
  • બિનપિયત વિસ્તારમાં ઝાડ દીઠ ૧૫૦૦ ગ્રામ નાઈટ્રોજન (૩ કિ.ગ્રા. યુરિયા) વરસાદ શરૂ થાય કે તૂર્તજ આ૫વો. ફોસ્ફરસ અને પોટાશ યુકત ખાતરો જમીનના પ્રુથકકરણના આધારે જરૂરિયાત મુજબ આ૫વા.