ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ખાતર


  • દેશી ગળતીયું / કહોવાયેલુ છાણીયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા દિવેલીનો ખોળ ૧ ટન જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવું.
  • ચોમાસુ મગફળી બીજ ઉત્પાદન પ્લોટમાં હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧ર.પ કી.ગ્રા. નાઈટ્રોજન અને રપ કિ્.ગ્રા. ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં દંતાળથી આપવા.
  • ખાતર બને તો ડી.એ.પી.ની જગ્યાએ એમોનીયમ સલ્ફેટ અને સીંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવા, જેથી પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ ઉપરાંત કેલ્શીયમ, ગંધક, જસત અને મોલીબ્ડેનીયમ જેવા સૂક્ષમ તત્વો પણ મળી રહે છે.
  • રાઈઝોબીયમ કલ્ચરની માવજત કરી હોય તો આ ખાતર અડધા આપવા.
  • ક્ષારવાળી જમીનમાં કે જયાં સલીનીટી / સોડીસીટીના પ્રશ્નો હોય ત્યાં જીપ્સમ પ૦૦ કીલો હેકટર દીઠ પાકની ફુલ ઉધડવાની અવસ્થાએ આપવાથી ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.
  • પ્લોટમાં મગફળી પીળી પડી જાય તો ૧૦૦ ગામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીબુંના ફુલ ૧૦ લીટરમાં પાણીમાં ઓગાળી, પ૦૦ લીટર દ્રાવણ હેકટર દીઠ છાટવું જરૂર પડે તો ૧૦ દિવસે ફરી બીજી વખત છાટવું.
  • જસતની ઉણપવાળી જમીનમાં હેકટરે રપ કીલોગ્રામ ઝિંક સલ્ફેટ ર થી ૩ વષેઁ એક વખત આપવું.
  • ખરેખર ખાતર કેટલા અને કયારે આપવા તે માટે ખેડૂતો પોતાના ખેતરનો જમીનનો નમુનો લઈ ''જમીનની ચકાસણી પ્રયોગશાળામાં'' પૃથ્થકરણ કરાવી. તેમાં ભલામણ આવે તે મુજબ ખાતર મગફળીના પાકને આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને વધુ બીજ ઉત્પાદન મેળવી શકાય છે.