ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


વાવેતર સમય


  • જો ઉનાળામાં મગફળીનું આગોતરૂ વાવેતર કરવા માટે પિયતની સગવડતા હોય અથવા તો વહેલો વાવણી લાયક વરસાદ થાય તો મોડી પાકતી વેલડી પ્રકારની મગફળીની જાતો જેવી કે જીજી-૧૧, જીજી-૧ર, જીજી-૧૩, જીજેજી એચ.પી.એસ.-૧ વગેરેનું વાવેતર ૧પ મે થી ૧પ જુન સુધીમાં કરવાથી, વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • જો ૧પ જુન થી ૧પ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી, અર્ધ-વેલડી કે વેલડી કોઈ પણ પ્રકારની મગફળીની જાતોનું વાવેતર કરી, બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈ શકાય છે.
  • જો ૧પ જુલાઈ પછી મોડો વરસાદ થાય તો વહેલી પાકતી ઉભડી મગફળીની જાતો જેવી કે જીજી-ર, જીજી-પ, જીજી-૭, જીજેજી-૯, વગેરેનું વાવેતર વધુ ઉત્પાદન લેવા કરવું હિતાવહ છે.