ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


બીજનું પ્રાપ્તિ સ્થાન


મગફળીની સુધારેલી જાતોનું સટીઁફાઈડ અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ ઉત્પન્ન  કરવા માટે અનુક્રમે ફાઉન્ડેશન અને બ્રીડર કક્ષાના બીજની જરૂરીયાત રહે છે. ફાઉન્ડેશન/બ્રીડર કક્ષાનું બીજ ધારાધોરણો મુજબની જનિનીક શુધ્ધતાં, ભૌતિક શુધ્ધતા, સ્ફૂરણ શકિત અને જરૂરી ટેગ ધરાવતુ હોવું જરૂરી છે. આવું બ્રીડર કક્ષાનું બીજ, મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવસીર્ટી, જુનાગઢ પાસેથી ખરીદવું. જયારે ફાઉન્ડેશન કક્ષાનું પ્રમાણિત બીજ, ગુજરાત રાજય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાસોલ, કૃષિ યુનિવસીટીઁઓ અગર તો અન્ય પ્રાઈવેટ અધિકૃત સંસ્થાઓ પાસેથી ખરીદવું અને તેમ કરવા બાબતના પુરાવા જેવા કે બિયારણ ખરીદીનું અસલ બીલ, ટેગ્સ, ખાલી બેગો વગેરેની ચકાસણી પ્લોટની નોંધણી સમયે બીજ પ્ર્રમાણન એજન્સીના અધિકારીઓ દ્રારા કરવામાં આવે છે.