ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પ્રસ્તાવના


મગફળી એ ખુબ જ અગત્યનો રોકડીયો તેલીબિયા પાક છે. દુનિયામાં મગફળી ઉગાડતા દેશો માથી સૌથી વધારે ૬૫ થી ૭૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સાથે ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. ભારતમાં ગુજરાત સૌથી વધારે મગફળીનું વાવેતર અને ઉત્પાદન કરનાર રાજય છે. ગુજરાત રાજયમાં મગફળીનું કુલ ઉત્પાદન અંદાજે ૨૬ લાખ ટન થાય છે. જે ભારતના કુલ ઉત્પાદનના ૩૦% જેટલો ફાળો થાય છે. ગુજરાતનાં ૩૫% ઉભડી અને ૬૫% વેલડી અને અર્ધ વેલડી મગફળી નું વાવેતર થાય છે. 

મગફળી પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતોને વાવેતર માટે સુધારેલી જાતોનું સારી જનિનીક અને ભૌતિક સુધતા વાળું તેમજ સારી સ્ફુરણ શક્તિ ધરાવતું પ્રમાણિત બીજ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે પાયાની જરૂરિયાત છે. મગફળીએ સ્વપરાગીત પાક છે. તેથી મગફળીનો પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ મોટા પાયા પર ખુબ ઓછા એકલન અંતરથી સહેલાઈથી લઈ શકાય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં બિયારણની આનુવંશિક અને ભૌતિક શુધ્ધતા જળવાઈ રહે તે માટે મગફળીનો પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યકમ બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓને દેખરેખ નીચે લેવામાં આવે છે, જે માટે મગફળીના બીજ પ્લોટની નોંધણી ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદની કચેરીએ કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ મગફળીના પ્રમાણિત બિયારણનું વેચાણ પોતે બજારમાં જાતે ન કરવા ઇચ્છતા હોય તેઓએ સરકારી, સહકારી કે રજીસ્ટર્ડ થયેલ ખાનગી સંસ્થાઓ/ પેઠીઑ મારફત બીજ ઉત્પાદન કાયઁક્રમ લઈ શકે છે. જેથી પ્રમાણિત થયેલ  બિયારણની વેચાણ વ્યવસ્થા તે સસ્થા પોતે કરે છે. આધુનીક ખેતી પદધ્તીનો અભીગમ અપનાવીને મગફળી પાકના પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમમાં બિયારણની આનુવંસીક અને ભૌતિક સુધતા જળવાઈ રહે તે માટે બીજની વાવણીથી લઈને બિયારણ તૈયાર થાય ત્યાં સુધીમાં અગત્યની કાળજીઓ લેવાની થતી હોય છે.