ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


નોંધપોથીનો નિભાવ


  • સમજદાર પશુપાલક પોતાની ગૌશાળામાં નિયમિત રીતે નોંધપોથી રાખતો હોય છે.
  • પશુઓના દૈનિક – માસિક કે વેતર – વર્ષનું દૂધ ઉત્પાદન, ગરમીમાં આવ્યાની તથા ફેળવવાની તારીખ, બે વિયાણ વચ્ચેનો ગાળો, વિયાણ પછી ફરી ગાભણ થવા માટે લાગેલો સમયગાળો જેવી નોંધ અંત્યંત ઉપયોગી હોય છે.
  • નોંધપોથીના અભ્યાસ પરથી સારા ખરાબ પશુઓને તારવવા સહેલા થઇ પડે છે તથા નબળા ઢોર ઓળખી તેનો નિકાલ કરવો સરળ રહે છે.
  • દૂધ ઉત્પાદનમાં કોઇ આકસ્મિક ધટ જોવા મળે તો સમસ્યા સમજી સમયસરના પગલાં લઇ શકાય છે. આપણી ગૌશાળા નફો કે ખોટ ભણી જઇ રહી છે તેની આગોતરી જાણ થઇ શકે છે.