ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ડાંગરના પરાળ પર યુરિયા પ્રક્રિયાની માહિતી


  • ઓછા પોષણયુક્ત સૂકા ઘાસચારાને પૌષ્ટિક ઘાસચારામાં ફેરવવા આ પદ્ધતિ વપરાય છે. પરાળમાં ૪ ટકાથી પણ ઓછું પ્રોટીન હોય છે જેને ૪% યુરિયા પ્રક્રિયા કરવાથી પ્રોટીનનું પ્રમાણ ૯% થઈ જાય છે. ૬૦ ટકા જેટલા કુલ પાચક તત્ત્વો મળી રહે છે. આ માટે ૧૦૦ કિલો પૂળિયાનો થર કરી છંટકાવ કરવો. ૮ થી ૧૦ થર તૈયાર કર્યા પછી ઢગલાને ચારે બાજુ તેમજ ઉપરથી પ્લાસ્ટિકની કોથળીમાંથી બનાવેલ ચાદર વડે ચૂસ્ત રીતે ઢાંકો. ત્યારપછી ૨૧ દિવસે તળિયાના ભાગેથી પૂળિયા ખેંચીને, એમોનિયાની વાસ દૂર થાય ત્યાં સુધી (અંદાજે ૩૦ મિનિટ) પૂળિયાને ખોલીને ખુલ્લા મુકી દો. પૂળિયાનો રંગ લીલાશ પડતો થાય છે જે ખાવા યોગ્ય છે. પ્રક્રિયા કરેલ બગડી ગયેલા પૂળિયાનો રંગ કાળો થઈ જાય છે. જેને ખવડાવવા યોગ્ય નથી.
  • યુરિયા પ્રક્રિયાવાળુ પરાળ ખવડાવીએ તો જુવાર-બાટુ ખવડાવવાની જરૂર રહેતી નથી. તેમજ દાણમાં ૨૦ થી ૩૦ ટકા જેટલી બચત કરી શકાય છે. પશુઓનું સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને પ્રજનન ક્ષમતા પણ સારી રાખી શકીએ તથા સસ્તા પરાળનો ઉપયોગ કરી દૂધનો ઉત્પાદન ખર્ચ ઘટાડીને વધુ વળતર મેળવવાથી આર્થિક પરિસ્થિતિ સુધરે છે.