ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


પ્રસ્તાવના


  • અનુસુચિત જાતિના તેમજ જનરલ કેટેગરીના ગરીબ પશુપાલકો પાસે પોતાના દુધાળા પશુઓ બાંધવા માટે અને તેમને રક્ષણ આપવા માટે કોઢ(કેટલશેડ)ની સગવડતા તથા ઉપલબ્ધતા હોતી નથી. પોતાનું મકાન બંધાવા માટે પણ જ્યારે નાણાકીય તંગીની મુશ્કેલી અનુભવતા ગરીબ પશુપાલકો પોતાને રહેવા માટે મકાન પણ બનાવી શકતા નથી. તો પશુઓ માટેનું રહેઠાણ(કોઢ) ક્યાંથી બનાવી શકે?
  • તેથી આવા ગરીબ પશુપાલકો પશુઓને ખુલ્લામાં અથવા ઝાડની છાયામાં અથવા મકાનની ઓથે પશુઓને બાંધીને પશુપાલનનો વ્યવસાય કરે છે. દૂધ ઉત્પાદન આપતા પશુઓને ખુલ્લામાં બાંધવાથી ઠંડી, તાપ અને વરસાદથી પૂરતું રક્ષણ મળતું નથી. અને તેના કારણે પશુઓની તંદુરસ્તી, દૂધ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક શક્તિ અતિ ઘટી જાય છે. પશુઓની તંદુરસ્તી અને ધારેલ દૂધ ઉત્પાદન નહિ મળવાને કારણે આવા ગરીબ પશુપાલકો દૂધ ઉત્પાદનના વ્યવસાય દ્વારા આર્થિક સદ્ધરતા મેળવી સકતા નથી. પશુઓની તંદુરસ્તી પણ પ્રમાણમાં નબળી રહે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે પ્રતિકુળ પરિસ્થિતિદરમ્યાન પશુ રોગનો ભોગ પણ બને છે. ખુલ્લામાં પશુઓ બાંધવાને કારણે પશુઓને ખવડાવવાનો ઘાસચારો અને ખાણ-દાણનો પણ ૨૦% ઉપરાંતનો વ્યય થાય છે. જેથી આર્થિક રીતે દૂધ ઉત્પાદન મોંઘુ પડે છે.
  • ઉપર જણાવેલ અનુસુચિત કે જનરલ કેટેગરીના ગરીબ પશુપાલકોની મુશ્કેલીઓના નિવારણ માટે અને દૂધ ઉત્પાદનનો વ્યવસાય સારી રીતે કરી શકે અને વધુ ઉત્પાદન મેળવીને કરી શકે તે માટે ગરીબ પશુપાલકોના પશુઓ માટે કોઢ(કેટલશેડ) સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં મૂળ ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.
  •  આ યોજનાનો લાભ નાના ખેડૂતો, સિમાંત ખેડૂતો, સામાન્‍ય ખેડૂતો, બક્ષી પંચ ખેડૂતો કે અન્ય અનુસુચીત જાતિના પશુપાલકોને મળવા પાત્ર છે. આ યોજનાનું ફોર્મ iKisan Portal પર અથવા નજીકના પશુ દવાખાના કે ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાના જૂથ મથક પરથી મેળવી શકાય છે.