ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


કેવી રીતે અને કયારે નુકસાન કરે ?


  • કપાસ પાકમાં ઉગતાની સાથે જ આ જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં વરસાદ બંધ થયા બાદ તેનો વધુમાં વધુ ઉપદ્રવ જોવા મળે છે.
  • ખેતરમાં જમીનમાં પડેલ માદાના શરીર સાથે ચોટેલ ઈંડાની કોથળીઓ કે આજુબાજુના ખેતરના યજમાન પાકોમાંથી નીકળતાં બચ્ચાંઓ થડ મારફતે છોડ પર ચડી છોડની નવી કુપણો કે પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. તે દરમ્યાન ઝેરી લાળ છોડે છે. પરિણામે છોડનો ટોચના ભાગનો વિકાસ અટકી જતાં છોડ ઠીંગણો તથા ટોચનો ભાગ કોકળાઈ જાય છે.
  • આ જીવાત રસ ચૂસતી વખતે તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે જે છોડના અન્ય ભાગ ઉપર પડતા તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે. પરિણામે પ્રકાશ સંશ્લેષ્ણની ક્રિયા અવરોધાય છે. જીવાતના વધુ પડતા ઉપદ્રવને લીધે છોડ સુકાય જાય છે.
  • મીલીબગ ઉપદ્રવિત કપાસના ખેતર દૂરથી જોતાં છોડ પર સફેદ તાંતણાની હાજરીને લીધે સહેલાઈથી ઓળખી શકાઈ છે.
  • આમ આ જીવાતના નુકસાનથી કપાસના રૂ ની ગુણવતા અને ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે.