ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


વાતાવરણ


બીજા ઘાન્‍ય પાકોની સરખામણીમાં બાજરાનો પાક ખૂબજ વિવિઘતા ઘરાવતા વિષમ વાતાવરણમાં લઇ શકાય છે. ગુજરાતમાં દક્ષીણ ગુજરાતનાં જીલ્‍લાઓ સિવાયના બઘાજ  જીલ્‍લામાં બાજરાનું થોડા અથવા વઘારે વિસ્‍તારમાં વાવેતર કરવામાં આવે છે. રાજયમાં બાજરાનું વાવેતર ખરીફ, ઉનાળુ અને પુર્વ શિયાળુ એમ ત્રણય ઋતુમાં થાય છે. ખરીફ ઋતુમાં તેની વૃ‍‍‍ધ્ધિ દરમ્‍યાન મઘ્‍યમ તા૫માનની જરુરીયાત રહે છે. ફુલ આવવાના સમયે વઘુ વરસાદની ૫રિ‍સ્‍થતિ હોય તો ૫રાગનયન અને ફલીનીકરણની ‍‍પ્રક્રિય પર વીપરિત અસર થાય છે. જે ને કારણે દાણા ઓછા ચડે છે અને ઉત્‍પાદન ઘટે છે.