ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


રાસાયણિક ખાતર


  • સામાન્ય રીતે શંકર જાતો માટે હેકટર દીઠ ૧પ૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસની જરૂરીયાત રહે છે.  જે પૈકી પાયામાં હેકટરે ૧૩૦ કિલો ડીએપી આપવાની ભણામણ છે.અને ઉભા પાકમાં ે હેકટરે ૮ર કિલો યુરીયાનો પ્રથમ હપ્તો પાકની ઘુંટણ અવસ્થાએ આપવો  અને ચમરી દેખાવાની શરૂઆત થાય ત્યારે ૧૧૦ કિલો યુરીયાનો બીજો હપ્તો ચાસમાં  આપવો.  દાણા ભરાવવાની અવસ્થાએ ૮ર કિલો યુરીયાનો ત્રીજો હપ્તો  આપવો જોઈએ. હાલમાં ગુજરાત રાજયની જમીનમાં ઝીંકની ઉણપ જોવા મળેલ છે. જેથી ઝીંકની ઉણપ હોય તેવા ખેડૂતોએ જમીનમાં હેકટરે ર૦ કિલો ઝીંક સલ્ફેટ પાયામાં આપવો. ફોસ્ફરસયુકત ખાતર અને  ઝીંક સલ્ફેટ ભેગા કરી ન આપતાં અલગ અલગ આપવા ભલામણ છે.