ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


કાપણી અને સંગ્રહ


કાપણી :

         તમામ સુધારેલ / સંકર જાતો ર૦-ર૪% દાણાનો ભેજ હોય ત્યારે જ કાપણી કરવી યોગ્ય છે. આ સમયે કાપણી કરવાથી ૧૦ થી ૧પ % વધુ  ઉત્પાદન મળે છે. અને બીજો પાક લેવા માટે ૮ થી ૧૦ દિવસનો વધુ ગાળો મળે છે.

સુકવણી અને સંગ્રહવ્યવસ્થા :

         જુવારના સુરક્ષિાત સંગ્રહ માટે જુવારના દાણામાં ૧૦-૧ર ટકા જેટલો ભેજ રહે તે પ્રમાણે  સૂર્યપ્રકાશમાં સુકવણી કરવી જોઈએ.ખેડૂતો સ્થાનીક પધ્ધતિ જેવીકે માટીની કોઠી, કોથળા તેમજ લોખંડના પીપમાં સંગ્રહ કરે છે. જુવારની સંગ્રહવ્યવસ્થા મુજબ તેનો સંગ્રહ હવાચુસ્ત લોખંડના ચોરસ કે ગોળ પીપમાં કરવો.

વધુ ઉત્પાદન મેળવવા માટેની ચાવી

•     ગુજરાત રાજયના વિવિધ ઝોન માટે ભલામણ કરેલી જુવારની સુધારેલ /સંકર જાતોની સમયસર વાવણી કરવી તથા ભલામણ કરેલ રા.ખાતર આપવું.

•     વધુ વરસાદ વાળા વિસ્તારમાં ફેરરોપણીનો આગ્રહ રાખી ર૪ દિવસના ધરૂનો ઉપયોગ કરવો.

•     જુવારના પાક સાથે આંતરપાક તરીકે તુવેરનો ઉપયોગ કરવો.

•     પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ગાંઠ બાંધવાના સમયે, ફુલ અવસ્થા અને દાણા દૂધે ભરાવવાના સમયે ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. ચોમાસુ ઋુતુમાં પાણીનો ભરાવો અટકાવવો.

•     ખેતર નિંદણથી મુકત રાખવું. જરૂર પડે પાક સંરક્ષાણના પગલા ં લેવાં.

•     પાકની કાપણી સમયસર કરવી. લીલા ચારા માટે ફૂલ અવસ્થા બાદ તુરત જ કાપણી કરવી.