ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


રોગ અને જીવાત વ્યવસ્થાપન


જીવાત નિયંત્રણ  :

૧.    સાંઠાની માખી :

         ચોમાસુ ઋુતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથેજ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથેજ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાબર્ોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ.

ર.    ગાભમારાની ઇયળ :

         કાપણી થયા બાદ તુરતજ જુવારના સાંઠા તેમજ જડિયાનો ખેતરમાંથી નાશ કરવો જેથી બીજા વષ્ર્ા દરમ્યાન  ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે છે. ગાભમારાની ઇયળના અસર કારક નિયંત્રણ માટે વાવણીના ૩૦ અને૪૦ દિવસ બાદ દાણાદાર જંતુ નાશક દવા પદાન (કારપેટ) ૪ દાણાદાર દવા, કવીનાલફોસ પ દાણાદાર દવાનો ૭.પ અને ૧૦ કિ.ગ્રા/હે. બે વખત ઉપયોગ કરવો જરૂરી છે. ફેરરોપણીથી જુવારના વાવેતરમાં જુવારના ધરુના મૂળને છ કલાક સુધી કાબર્ોસલ્ફાન  રપ એસ.ટી. ૦.૦૩પ અથવા મીથાઈલ ઓ-ડેમેટોન રપ ઈસી ૦.૦પ અથવા કલોરપાયરીફોસ રપ ઈસી ૦.૦પ ટકાના દ્રાવણમાં ડુબાડવાની માવજત કરવાથી ગાભમારાની ઇયળનું  અસરકારક નિયંત્રણ થાય છે. 

૩.    પાનકથીરી :

         પાનકથીરી ના નિયંત્રણ માટે દેશી જાતોમાં વાવણીના ૬૦ થી ૭૦ દિવસ બાદ જયારે સુધારેલ/સંકર જાતોમાં પ૦થી૬૦ દિવસ મીથાઈલ-ઓ-ડેમેટોન ૦.૦રપ અથવા ફોમર્ાથીઓન ૦.૦રપ દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે.

૪.    કણસલાની મીજમાખી :

         યોગ્ય ખેતીપ્રથા જેવી કે વહેલી વાવણી તેમજ એકસાથે પાકતી જુવારની જાતોનુ વાવેતર કરી મીજમાખીના ઉપદ્રવને નાથવુ હિતાવહ છે.

પ.    કણસલાના ચૂસિયા તેમજ ઈયળો :

         ફૂલ અવસ્થા દરમ્યાન મેલાથીઓન પ ભૂકીનો ૩૦ કિ.ગ્રા/હે. મુજબ છંટકાવ કરવાથી કણસલાના ચૂસિયા તેમજ ઈયળોનું અસરકારક નિયંત્રણ થાય છે.

રોગો :

૧.    જુવારનો મધિયો :

         જુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસ ના બીજા પખવાડીયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં  અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબુમાં લઈ શકાય છે. 

ર.    દાણાની ફૂગ :

         દાણાની ફૂગના અસરકારક નિયંત્રણ માટે મેનકોઝેબ ૦.ર અને કેપ્ટાન ૦.ર અથવા થાયરમ ૦.ર અને કાબર્ેન્િડઝમ ૦.૦પ ટકા મિશ્રણના બે છંટકાવ, પ્રથમ ફુલ અવસ્થાની શરૂઆત થયે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦ દિવસ બાદ કરવો જરૂરી છે.   

૩.    પ્રકાંડનો કાજલ સડો :

         વાવણી  સમયે ફુગનાશક દવા ટીએમટીડી ૪.પ કિ.ગ્રા/હે. પ્રમાણે ચાસમાં આપવાથી આ રોગ નું પ્રમાણ નહીવત જોવા મળે છે.  તેમજ દાણા તથા ચારાનું  વધુ ઉત્પાદન મળે છે.