ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા


 •  જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલોગ્રામ નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી શકે છે.
 • જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે.
 • વનસ્પતિ વૃધ્દ્રિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.
 • તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે છે.
 • રાસાયણિક ખાતરોની આડસર ધટે છે.
 • વાતાવરણનું પ્રદુષણ ધટાડે છે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ધટાડો કરે છે.
 • જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિન ઝેરી અને વપરાશમાં સરળ છે.
 • બાયોફર્ટીલાઇઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે.
 • જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય ત્યાં બાયોફર્ટીલાઇઝરનો પ્રતિભાવ સારો મળે છે.
 • આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે.
 • બાયોફર્ટીલાઝર એ નિદોર્ષ, કુદરતી સજીવ ખાતર છે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.
 • બાયોફર્ટીલાઝર સજીવ ખાતર હોઇ તેના દરેક ગ્રામ/મિ.લિ. દીઠ આશરે ૫-૧૦ કરોડ જીવંત બેકટેરિયા આવેલા હોય છે.

હાલમાં ગુજરાતમાં મળતા તમામ જૈવિક ખાતર લીગ્નાઇટ નામના ખનીજ કોલસાના ૧૦૦ મેશના પાવડર આધારિત છે. આવા કેરિયરયુક્ત જૈવિક ખાતરની ધણી મર્યાદાઓ છે. જેવીકે અવધિ 6 મહિના અને જીવંત સૂક્ષ્મજીવાણુંની સંખ્યા ઓછી તથા ટપક પધ્ધતિ અને ગ્રીન હાઉસમાં વાપરી શકાય નહી

જેની સામે નવતર પ્રવાહી જૈવિક ખાતર વિકસાવવામાં આવ્યુ છે. જેના ફાયદા નીચે મુજબ છે.

Images