ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


જીવાતો


સામાન્ય રીતે તુવેરના પાકમાં શિંગો કોરી ખાનારી લીલી ઈયળ અને શિંગની માખીનો ઉપદ્રવથી નુકશાન થતુ હોય છે. તેથી આ બન્ને જીવાતનું સમયસર નિયંત્રણ કરવું જોઈએ.

        લીલી ઈયળ શરુઆતમાં છોડને કુમળી ડૂખો, કડીઓ અને ફૂલ ખાય છે, ત્યાર બાદ શિંગોમાં કાણુ પાડી તેમાં રહેલા દાણા ખાય છે. શિંગની માખી કૂમળી શિંગોમાં કાણાં પાડી વિકાસ પામતા દાણાની નજીક ઈંડા મુકે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ દાણાને કોરી ખાય છે. જેથી દાણાનો વિકાસ અટકી જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૩૬ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા કિવનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી માં ઓગાળી દવાનો છંટકાવ છોડમાં ફૂલો આવે ત્યારે અને ત્યારબાદ ૧૫ દિવસે બીજો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે. પાણીની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારમાં નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન ૨ ટકા ભૂકી હેક્ટરે ૨૫ કિલો પ્રમાણે ડસ્ટર દ્રારા સવારમાં ઝાકળવાળા સમયે છાંટવી.

Images