ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


રોગો


(૧) સુકારો:

        મધ્યમ મોડી પાકતી જાતોમાં બી.ડી.એન.-૨ અને આઈ.પી.સી.એલ.-૮૭૧૧૯ સુકારાના રોગ સામે પ્રતિકારક હોવાથી તેનું વાવેતર કરવું. જ્યારે વહેલી પાકતી જાતો જેવી કે ગુજરાત તુવેર-૧૦૦, ગુજરાત તુવેર-૧૦૧, બનાસ અને આઈ.સી.પી.એલ.-૮૭ રોગ આવતા પહેલા પાકી તૈયાર થઈ જતી હોવાથી આ રોગોથી બચી જાય છે. તુવેરના પાક સાથે મકાઈ અથવા જુવારનો પાક આંતરપાક તરીકે લેવાથી સુકારાના રોગનું પ્રમાણ ઘટડી શકાય છે.

(૨) થડનો કહોવારો:

        સામાન્ય રીતે વધુ વરસાદ અને સતત વરસાદ પડવાથી તેમજ જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં તુવેરનું વાવેતર કરવાથી આ રોગનો ઉપદ્રવ થતો હોય છે જેમાં છોડના થડમાં રોગની ફૂગ લાગવાથી થડમાં સડો થઈ છોડ ત્યાંથી ભાગી જાય છે. આવા સંજોગોમાં પાકનું રક્ષણ કરવા માટે વાવેતર કરેલ ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે જોવું. આ ઉપરાંત પાળા ઉપર વાવેતર કરવાથી આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. જો રોગ વધારે આવે તો બ્રાસીકોલ ૦.૨૫ ટકાનું દ્રાવણ ૪૦૦ લિટર પ્રતિ હેક્ટરે છોડના થડ પાસે રેડી જમીનમાં આપવું.

(૩) વંધ્યત્વ:

        સામાન્ય રીતે આ રોગનો ઉપદ્રવ ડીસેમ્બર મહિનાથી થતો હોય છે. તેથી વહેલી પાકતી જાતોમાં આ રોગના ઉપદ્રવથી નુકશાન થતું નથી. પરંતુ મોડી પાકતી જાતોમાં તેનાથી નુકશાન થાય છે. આ રોગમાં છોડને ફૂલ અને શિંગો બેસતા નથી. આ રોગ આંશિક આવે તો અમુક ડાળીઓ પર ફૂલ અને શીંગો ખૂબ જ પ્રમાણમાં બેસે છે તેમજ બિન જરૂરી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. આ રોગ એક પ્રકાર ના વિષાણુથી થાય છે. જેનો ફેલાવો કથીરીથી થતો હોય છે.

        આ રોગનું નિયંત્રણ કરવા તુવેરનો બડઘા પાક લેવો નહી તેમજ કથીરીનું નિયંત્રણ કરવા માટે ડાયકોફોલ (કેલ્થેન) નામની દવા ૨૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. આ ઉપરાંત રોગની અસર પામેલ છોડને ઉખાડી નાશ કરવો.

Images