ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


નીંદામણ અને આંતરખેડ


નીંદણમુક્ત પાકને જરૂરી પોષકતત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વિકાસ સારી રીતે થવાથી ઉત્પાદન વધુ મળે છે. આ ઉપરાંત રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. માટે પાકમાં બે થી ત્રણ વખત નીંદામણ કરવું અને આંતરખેડ કરવી. જો હાથથી નીંદામણ શક્ય ન હોય તો વાવણી પછી અને બીજના સ્ફૂરણ પહેલાં પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧.૫ લીટર પ્રતિ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં છાંટવાથી અસરકારક નીંદણ નિયંત્રણ થઈ શકે છે.