ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


જમીનની તૈયારી


તુવેરના છોડના મૂળ જમીનમાં ઊંડાઈએ જતા હોવાથી આ પાકને સારી ખેડ કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા બાદ જમીનમાં એક-બે વખત હળની અને એક-બે વખત કરબની ખેડ કરી જમીન ભરભરી બનાવવી જોઈએ. તુવેરના છોડ જમીનમાં પાણી ભરાઈ રહે તો કહોવાઈ જાય છે. જ્યારે અપુરતો વરસાદ હોય તો જમીનમાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન પર માઠી અસર થાય છે, તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન છાણીયું અથવા ગળતિયું ખાતર નાંખી ટ્રેક્ટરની આડી ઉભી ખેડ, કરી સમાર મારી જમીનને સમતળ અને પાસાદાર બનાવી તૈયાર કરવી અને જૂન-જુલાઈમાં વાવેતર લાયક વરસાદ પડે કે તરત જ તુવેરની વાવણી કરી દેવી જોઈએ.