ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


શાકભાજી માટે તુવેરની ખેતી


ગુજરાતમાં તુવેરની લીલી શિંગોનો શાકભાજી તરીકે ઘણા વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં તુવેર-૧ જાત શાકભાજી માટે અનુકૂળ આવે તેવી જાત છે. તે લાંબી શિંગો, મોટા કદના અને સ્વાદિષ્ટ દાણાવાળી જાત છે. આ જાત ઓછી ઉંચાઈવાળી, પાકવામાં વહેલી અને વધુ ઉત્પાદન આપનાર છે. વળી દાણાનો રંગ સફેદ હોય દાણા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જો ખેડૂત એક કે બે વીણી લીલી શિંગોની કરી પાછળનો ફાલ દાણા માટે છોડી દે તો વધુ નફો મળી શકે છે. આ ઉપરાંત તુવેર આઈ.સી.પી.એલ.-૮૭ પણ શાકભાજીના હેતુ માટે વાવી શકાય છે.

Images