ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પ્રસ્તાવના


ચણાના પાક પછી તુવેર કઠોળ વર્ગનો બીજા નંબરનો અગત્યનો પાક છે. આપણા દેશમાં તુવેરની ખેતી મુખ્યત્વે મધ્ય પ્રદેશ, ઉતર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. ગુજરાતમાં તુવેરના પાકનું વાવેતર ચાર લાખ હેક્ટર વિસ્તારમાં મુખ્યત્વે વડોદરા, ભરુચ, પંચમહાલ, ખેડા અને સુરત જીલ્લામાં કરવામાં આવે છે જેમાંથી આશરે ૩ લાખ ટન દાણાનું ઉત્પાદન મળે છે. આપણા રાજ્યમાં તુવેરની દાળનો ઉપયોગ બધા વર્ગના લોકો રોજીંદા ખોરાકમાં કરે છે. તેની લીલી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે

આપણા રાજ્યમાં મધ્યમ મોડી અને મોડી પાકતી તુવેરનું વાવેતર ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવે છે. આમાંથી મોટા ભાગનું વાવેતર બિનપિયત પરિસ્થિતિમાં એકલા અને આંતરપાક તરીકે કરવામાં આવે છે પરિણામે ઉત્પાદન ઓછું મળે છે.

        સંશોધનોના પરિણામે તુવેરનો પાક ૧૨૦ થી ૧૫૦ દિવસના ટૂંકા સમયગાળામાં પાકી જાય તેવી વહેલી પાકતી જાતો તૈયાર કરવામાં આવેલ છે જે હેક્ટરે ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો જેટલું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. આ જાતો વહેલી પાકે છે એટલું જ નહી સાથે સાથે વધુ ઉત્પાદન પણ આપ છે. વહેલી પાકતી જાતો બહુપાક અને આંતરપાક પધ્ધતિ માટે અનુકૂળ હોવાથી ખેડૂતોને તેની ખેતીમાં બહુ નફો આપે છે. આ જાતો વહેલી પાકતી હોવાથી સુકારો અને વંધ્યત્વનો રોગ આવતા પહેલા પાકીને તૈયાર થઈ જાય છે, તેથી આવા રોગોથી આ જાતો બચી જાય છે.

Images