ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


સંકલિત જીવાત-નિયંત્રણ


મધ્ય ગુજરાત એગ્રોક્લાઈમેટીક ઝોન-૩ ના ડાંગર ઉગાડતા ખેડૂતોએ ડાંગરની પાન વાળનાર ઈયળના નિયંત્રણ માટે અને પરભક્ષી કરોળિયાની જાળવણી માટે નીચે મુજબ સંકલિત નિયંત્રણ અપનાવવાની ભલામણ છે.

૧.      જીવાત સામે ટક્કર ઝીલતી ગુર્જરી, જીએઆર-૩ અને જીએઆર-૧૩ જેવી જાતની ખેતી  

       કરવી અને રાસાયણિક ખાતરો ભલામણ મુજબ જ વાપરવાં.

૨.      જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં ડાંગરની રોપણી કરવી.

૩.      ડાંગરના ખેતરોમાં કરોળિયાની વસ્તી વધે તે માટે રોપણીના ૧૫ થી ૨૦

       દિવસે ઘઉં/રજકાનું પરાળ (૮૦ કિલોગ્રામ/હે) પૂંકવું.

           ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા જોઈએ. આડેધડ ભલામણ વગરની દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. જેથી મિત્ર કીટકોનું સંવર્ધન/જાળવણી થઈ શકે.