ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


પિયતનું વ્યવસ્થાપન


ડાંગર એ પાણી ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં. ડાંગરના ખેતરમાં ૫ થી ૭ સી.મી.પાણી ભરીને ફૂલ આવે ત્યાં સુધી અવાર નવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી જમીનમાં હવાની સારી અવર જવર થઈ શકે. નીંધલ પડ્યા પછી દાણા ભરાવાની અવસ્થા સુધી ફક્ત ૫ થી ૭ સે.મી. પાણી જ ભરી રાખવું અને કાપણીના ૨ થી ૩ અઠવાડીયાં પહેલાં સંપૂર્ણ નીતારી દેવું જોઈએ.

ડાંગરની પાણી બચાવતી ખેતી પધ્ધતિ “ ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ (“શ્રી”) અપનાવવી જોઈએ જેનાથી ઉત્પાદન પણ વધે છે અને પાણી બચે છે. “શ્રી” પધ્ધતિના નીચે મુજબ છ સિધ્ધાંતો છે.

(૧)    એક હેક્ટરની રોપણી કરવા ધરૂવાડીયા માટે ઓછી જગ્યા જોઈએ અને ફક્ત

      ૫-૬ કિલો જ બીયારણની જરૂર પડે.

(૨)    ફક્ત ૧૨-૧૪ દિવસની ઉંમરનું ધરૂ જ રોપવાનું હોય છે.

(૩)    રોપણીનું અંતર પહોળા ગાળે ૨૫ સી.મી. x ૨૫ સી.મી અને એક થુંમડે ફક્ત        

       એક જ ચીપો રોપવાનો હોય છે.       

(૪)    નીંદણ નીયંત્રણ માટે રોટરી વીડર/કોનો વીડરનો ઉપયોગ રોપણી પછી ૧૫

       દિવસે કરવો.

(૫)    ખેતરમાં સતત પાણી ન ભરતાં વારા ફરતી  ફક્ત ભીનું કોરૂ કરવું.

(૬)    ફક્ત સેન્દ્રીય ખાતરો અને નીંદણ/ઘાસ વિગેરે જમીનમાં દબાવવા.