ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


વાવણી


  • સામાન્ય રીતે સમયસરની વાવણી વધુ ઉત્પાદન માટે મહત્વનો ભાગ ભજવે છે. સિંચાઈ સગવડ હોય તો જુન માસના બીજા અઠવાડીયા સુધીમાં વાવેતર કરી દેવું જોઈએ અથવા વરસાદ આવ્યા પછી તરત જ વાવણી કરવી જોઈએ. બિયારણનો દર હેકટર દીઠ ર૦ કિલો રાખવો જોઈએ. મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે થયેલ અખતરાઓ પરથી જણાયુ  છે કે આગોતરી વાવણી ૯મી જૂન સુધીમાં કરી દેવામાં આવે તો મોડી વાવણી કરતાં ૪૦% વધુ ઉત્પાદન મળે છે.