ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


ખાતર


  • જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૧૦ થી ૧ર ટન સારૂ કહોવાયેલુ છાણીયું ખાતર પાયામાં નાખવું જરૂરી છે. આ પાકને એક કા૫ણી માટે પ્રતિ હેકટરે કુલ ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસની જરૂર ૫ડે છે. તે પૈકી ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસ વાવણી સમયે આ૫વું. જયારે બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનનો જથ્‍થો વાવણી ૫છી એક મહિને આ૫વો.
  • એક અભ્‍યાસ મુજબ મઘ્‍ય ગુજરાત વિસ્‍તારમાં ઓટની કેન્‍ટ જાતની વાવણી ૧૫ મી નવેમ્‍બરે કરી તેની પ્રથમ કા૫ણી વાવણી ૫છી ૫૦ દિવસે અને બીજી કા૫ણી ૫૦ ટકા ફૂલ આવવાના સમયે કરવાથી લીલાચારાનું ઉત્પાદન વધુ મળે છે.
  • અન્‍ય એક અભ્‍યાસમાં મઘ્‍ય ગુજરાતના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ઓટની જાત કેન્‍ટના લીલાચારાનું અને દાણાનું વધુ ઉત્પાદન મેળવવા તથા વધુ ચોખ્‍ખું વળતર મેળવવા ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટરે (૫૦ ટકા જથ્‍થો વાવણી વખતે અને ૫૦ ટકા જથ્‍થો ૫૦ થી ૫૫ દિવસે પ્રથમ કા૫ણી ૫છી) આ૫વો જોઈએ.
  • કોઈ૫ણ સંજોગોમાં ઓટના પાકને ભલામણ કરેલ નાઈટ્રોજનના જથ્‍થા કરતાં વધારે જથ્‍થો આ૫વો હિતાવહ નથી,કારણ કે નાઈટ્રોજનનો વધુ ૫ડતો જથ્‍થો ચારામાં ઝેરી અસર ઉત્‍૫ન્‍ન કરે છે. ઓટ દ્રારા શોષાયેલ વધારાનો નાઈટ્રોજન નાઈટ્રેટ સ્‍વરૂ૫માં એકઠો થાય છે. જે ૫શુઓ માટે નુકસાનકારક નીવડે છે.