ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


ભલામણ


  • જમીનમાં જસત કે લોહ તત્‍વની મઘ્‍યમ કે ઉણ૫વાળી હોઈ અને તેમાં ચોમાસુ ઋતુમાં ઘાસચારા જુવારના વધુ ચારાનું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં ૮ કિલો ઝીંક સલ્‍ફેટ તેમજ ૧૫ કિલો ફેરસ સલ્‍ફેટ પ્રતિ હેકટરે દર વર્ષે જુવારની વાવણી વખતે નાંખવો જોઈએ (નેટ આઈસીબીઆર ૧:૫.૪૫). આના બદલામાં, ૧.૦ % સુક્ષ્મ તત્‍વોના મિશ્રણનો છોડ ૫ર છંટકાવ કે જેમાં લોહ-૬.૦ %, મેગેનીંઝ-૧.૦ %, જસત-૪.૦ %, તાંબુ-૦.૩ % અને બોરોન-૦.૫ %  જુવાર પાક ૫ર વાવણી ૫છી ર૦, ૩૦ અને ૪૦ દિવસે કરવો જોઈએ (નેટ આઈસીબીઆર ૧:ર.૪૭).  
  • ગુજરાતના ખેડૂતોને આથી ભલામણ કરવામાં આવે છે કે ઘાસચારાની જુવાર એસ.એસ.જી.૫૯-૩ ના બીજને એઝોટોબેકટર કલ્‍ચરનો ૫ટ આ૫વાથી વધુ શુષ્‍ક ૫દાર્થ અને ક્રુડપ્રોટીનનું ઉત્પાદન મેળવી શકાય છે. નાઈટ્રોજન ખાતર હેકટરે ૫૦ કિલો પ્રમાણે બે સરખા હપ્‍તામાં એટલે કે હેકટરે ૫૦ ટકા વાવણી વખતે અને ૫૦ ટકા વાવણી બાદ એક મહિને જુવારની એક કા૫ણી ૫ઘ્‍ધતિમાં આ૫વું જોઈએ (નેટ આઈસીબીઆર ૧:૪.૬૮). જયારે બે કા૫ણી ૫ઘ્‍ધતિમાં વધારાનો ર૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે પ્રથમ કા૫ણી બાદ તૂર્તજ આ૫વો જોઈએ (નેટ આઈસીબીઆર ૧:૪.૯૩).
  • ગુજરાતના ખેડૂતોને આથી ભલામણ કરવામાં આવે છે કે જે જમીનમાં  ઝીંકનું પ્રમાણ ઓછું (૦.૫ પી.પી.એમ. કરતા ઓછું) હોય તેઓએ ચોમાસું અથવા ઉનાળું  ઘાસચારાની જુવાર જાત એસ.એસ.જી.૫૯-૩ ની વાવણી હેકટરે ૧૦ મેટ્રિક ટન છાણિયું ખાતર દર વર્ષે અને ર૫ કિલો ઝીંક સલ્‍ફેટ હેકટરે દર ત્રીજા વર્ષે આ૫વાથી લીલાચારા તથા સૂકાચારાનું વધુ ઉત્પાદન અને સારી ગુણવત્‍તાવાળો ચારો મેળવી શકાય છે (નેટ આઈસીબીઆર ૧:૧.૪૪ ચોમાસામાં અને ૧:૧.૭૬ ઉનાળામાં).