ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન

i-ખેડૂત(ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)


બાજરીના પાકના વધુ ઉત્પાદન લેવા માટેના ચાવીરૂપ મુદ્રદાઓ


  1. જમીનની તૈયારી :- ઉનાળા દરમ્યાન  હળની ઉંડી ખેડ કરી ચાસ ખોલવા તથા ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેકટરના હિસાબે ચાસમાં આપવું.
  2. વાવેતર :- પ્રથમ વરસાદ થયે તુરત જ વધુ ઉત્પાદન આપતી તથા  કુતુલના રોગ સામે પ્રતિકારતા ધરાવતી બાજરાની જાતો જેવી કે જી.એચ.બી-પપ૮, પ૭૭ અથવા જીએચબી-પ૩૮ જેવી જાતોનુ વાવેતર કરવું. વાવેતર બે હાર વચ્ચે ૬૦ સે.મી. અંતરે કરવું. ખારાશ વાળી જમીનમાં (દરિયાઈ પટીના વિસ્તાર) હેકટરે જમીની ચકાસણી કરાવી ભલામણ મુજબ જમીન સુધારક જીપ્સમ વાપરવાની ભલામણ છે. ખારાશવાળી જમીનમાં બીજનો દર ૪.પ થી પ.૦૦ કિ.ગ્રા./હેકટર રાખવો.
  3. પારવણી :- ઉગાવા બાદ ૧પ દિવસ સુધીમાં બાજરીના પાકને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી પારવણી વખતે ખાસ તકેદારી રાખી નબળા કે સાંઠાની માખીથી નુકશાન પામેલ છોડ દુર કરી તેનો નાશ કરવો.
  4. રાસાયણિક ખાતર :- બાજરીના પાકમાં ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવો જે પૈકી નાઈટ્રોજન  અડધો અને ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો વાવણી પહેલાં ચાસમાં દંતાળીથી આપવા તથા બાકીનો અડધો નાઈટ્રોજન પૈકી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ર૦ થી રપ દિવસનો થાય ત્યારે જમીનમાં પુરતો ભેજ હોઈ ત્યારે આપવો. 
  5. કલ્ચરની માવજત :- વાવેતર કરતાં પહેલાં બિયારણને એઝોકલ્ચર તથા ફોસ્ફો બેકટેરીયા કલ્ચરની માવજત આપવી.
  6. નિંદામણ તથા આંતરખેડ :- પારવણી વખતે હાથ નિંદામણ કરવું. ત્યારબાદ ૪પ દિવસે બીજુ હાથ વડે નિંદામણ કરી પાકને ંિદણથી મુકત રાખવો. તથા આ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત આંતરખેડ કરી પછી પાળા ચઠાવવા જેથી ભેજનો સંગ્રહ થશે અને પાકને ઢળતો અટકાવી શકાય. જે વિસ્તારમાં મજુરોની અછતની પિરિસ્િથતિમાં ચોમાસુ બાજરીના પાકમાં ખૂબ જ  અર્થ       અને નફાકારક  નિંદણ  નિયંત્રણ માટે  એટ્રોઝોન હેકટર દીઠ ૦.૦પ૦૦ કિ.ગ્રા. સકિ્રય તત્વ મુજબ વાવણી બાદ તુરત જ ( પિ્ર. ઈમરજન્સ તરીકે ) પરંતે બીજ અને નિંદામણના  સ્ફુરણ પહેલાં પ૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ  કરવાની ભલામણ કરવામાં આવે છે.
  7. પુતર્િ ખાતર :- કુલ જથ્થા પૈકી પાયાના ખાતર તરીકે ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન બાદ બાકી રહેલ ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનનો પ્રથમ હપ્તો ઉગાવા બાદ ર૦ થી રપ દિવસે દંતાળથી તથા બીજો હપ્તો નિંઘલ વખતે આપવો.
  8. પૂરક પિયત :- જો પાછોતરો વરસાદ ખેંચાઈ તો દુધીયા દાણા અવસ્થાઓ એક થી બે પુરક પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
  9. પાક સરંક્ષાણ :- શરૂઆતની અવસ્થાએ સાંઠાની માખી કે ગાભમારોની ઈયળનો ઉપદ્રવ જણાય તો કવીનાલફોસ ર૦ મી.લી અથવા ટ્રાઈઝોફોસ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તથા ગેરુના નિયંત્રણ માટે ૦.ર ટકા  મેન્કોઝેબ અથવા ૦.ર ટકા ઝાયનેબના  બે છંટકાવ રોગ શરૂ થાય ત્યારથી બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા.
  10. કાપણી :- ૮૦ થી ૮પ દિવસે પાક તૈયાર થતાં સમયસર કાપણી હાથ ધરવી જેથી ઢળી જવાથી તેમજ પક્ષાીઓના નુકશાનથી પાકને બચાવી શકાય.